AMCનો સપાટો, BSNLની 3 મોટી ઓફિસ પર તાળાબંધી

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશએ બાકી નીકળતા ટેક્સને લઇ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે AMCએ BSNLની 3 મોટી ઓફિસ પર તાળાબંધી કરી છે. AMCએ BSNLની જે ઓફિસમાં મોટો સપાટો બોલાવ્યો છે, તેમાં ગુલબાઈ ટેકરા, સીજી રોડ અને નારણપુરા ઓફિસનો સમાવેશ થાય છે.

અમદાવાદની ગુલબાઈ ટેકરા, સીજી રોડ અને નારણપુરા ખાતે આવેલી BSNLની ઓફિસો સીલ કરી દીધી છે. AMCની મોટી કાર્યવાહીમાં એવું જાણવા મળ્યું છે કે, આ તમામ ઓફિસોનો 3 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ AMCની આ કડક કાર્યવાહી બાદ શહેરમાં આવેલી અન્ય કંપનીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. AMCની કામગીરીથી બાકી ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

તમને જણાવી દઇએ કે, ગઇકાલે એટલે કે મંગળવારે આણંદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં બીએસએનએલના ટેલિફોન અને મોબાઈલ સેવા ઠપ્પ થઇ ગઇ હતી. બીએનએનએલ દ્વારા વીજ બિલ નહિ ભરતા 80થી વધુ મોબાઈલ ટાવર અને 32થી વધુ ટેલિફોન એક્સચેન્જના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી