આજે ચંદ્રયાન 2 ટેક્નિકલ ખામીને કારણે લોન્ચ નહીં થાય, છેલ્લી ઘડીએ રોકાયું કાઉન્ટડાઉન

ટેકનિકલ ખામી સર્જાતા આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ નહીં થાય. ત્યારે ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘વ્હીકલના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે. સાવચેતીના ભાગરૂપે આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરવામાં નહીં આવે.

લોન્ચિંગની આગામી તારીખ પછી જાહેર કરવામાં આવશે.’ ઇસરોના જણાવ્યા મુજબ રોકેટમાં ક્રાયોજેનિક ઇંધણ ભરતા સમયે મુશ્કેલી ઊભી થઈ હતી. હવે આ ઇંધણ સંપૂર્ણપણે ખાલી કરવું પડશે. 10 દિવસ પછી આગળની રણનીતિ નક્કી થશે

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી