આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ, રાજકોટમાં કરશે ઉજવણી

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા છે. પત્ની અંજલીબેન સાથે વિજય રૂપાણીએ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં આજીડેમ પાસે વૃક્ષારોપણ કર્યું હતું

મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. જે લોકોની ઘર વખરી તણાઇ ગઇ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે. વડોદરામાં દીવાલ ધરાશાયી થઇ તેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. તે તમામ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય આપવામાં આવશે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી