આજે યુપીમાં જંગલરાજ નથી પણ કાયદાનું રાજ: PM મોદી

પીએમ મોદીએ રુદ્રાક્ષ કન્વેંશનનું કર્યું ઉદ્ઘાટન, જાપાન અમારો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. વારાણસીનો આ તેમનો 27મો પ્રવાસ છે. આ 5 કલાકના પ્રવાસમાં તેમણે 1500 કરોડ રૂપિયાની ભેટ સોગાદ આપી. પ્રધાનમંત્રીએ બીએચયુમાં માતૃ અને શિશુ સ્વાસ્થ્ય શાખાનું ઉદ્ધાટન પણ કર્યું. આ અગાઉ પીએમ મોદીનું વિશેષ વિમાન જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યું તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું.

પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી. તેમણે ત્રણ પંક્તિઓ કહી. તેમણે કહ્યું કે ‘આપ સબ લોગન સે સીધા મુલાકાત કા અવસર મિલલ હૈ, કાશી કે સભી લોગન કૈ પ્રણામ. હમ સમસ્ત લોક કે દુખ હરૈ વાલે ભોલેનાથ, માતા અન્નપૂર્ણ કે ચરણ મે ભી શીશ ઝૂકાવત હૈ.’

પીએમ મોદીએ ભાષણની શરૂઆતમાં જ કોરોનાની બીજી લહેરની વાત કરી અને આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથના ખુબ વખાણ કર્યા. કોરોના વાયરસના બદલાયેલા અને સૌથી ખતરનાક સ્વરૂપે પૂરી તાકાતથી હુમલો કર્યો હતો. પરંતુ કાશી સહિત યુપીએ પૂરા સામર્થ્ય સાથે આટલા મોટા સંકટનો સામનો કર્યો. તેમજ વધુમાં કહ્યું કે, આજે યુપીમાં હવે જંગલરાજ નથી પણ કાયદાનું રાજ છે. સીએમ યોગી આ માટે આકરી મહેનત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 2017 પહેલા દિલ્હીથી યુપીમાં પૈસા મોકલાતા હતા પણ લખનૌમાં આ પૈસા અટકી જતા હતા.

 71 ,  1