સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતી

‘જય જલિયાણ’ના નાદથી વીરપુર ગુંજ્યું

201 વર્ષથી વીરપુર ધામમાં સદાવ્રત ચાલે છે

‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’ આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે તેમજ 222 કિલોની કેક બનાવવામાં આવી છે. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી દીધી છે

ગત વર્ષે કોરોના મહામારીને કારણે જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી. બાપાની જન્મજયંતિ ઉજવણીના ભાગ રૂપે વીરપુરની મેઈન બજારોમા રંગબેરંગી લાઈટનુ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો વીરપુર વાસીઓ દ્વારા પણ પોતાના ઘર,હોટેલો,દુકાનોને અવનવા લાઇટનો શણગાર કરવામા આવ્યો છે.

જલારામ બાપાની 222મી જન્મ જયંતિને લઈને શોભાયાત્રા નીકળશે. બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કિલોની કેક જલાબાપાને ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવશે,આ કેક જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધજા ફ્રકે છે તે બાપાની ધજાના ત્રણ રંગ છે,લાલ,પીળો અને સફ્ેદ તેજ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વીરપુરના સેવાભાવિ યુવાનો દ્વારા બનાવવામા આવી છે.

 23 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી