56માં વર્ષે પણ બોલિવૂડમાં દબદબો યથાવત
બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનનો આજે જન્મદિવસ છે. આ ખાસ અવસર પર ફેન્સો અને મિત્રો અને પરિવારની હાજરીમાં તેનો જન્મ દિવસને વધામણાં આપી રહ્યાં છે. બોલિવૂડમાં 30 વર્ષથી વધુ સમય સુધી એક્ટિંગ કરી રહ્યો છે. આજ સુધી બોલિવૂડમાં સલમાનનો દબદબો યથાવત છે.
સલમાન ખાનનો જન્મ 27 ડિસમ્બર 1965 રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના પિતાનું નામ સલીમ ખાન છે, જેઓ પ્રખ્યાત ફિલ્મ લેખક રહી ચૂક્યા છે. તેમની માતાનું નામ સુશીલા ચરક છે. તેના પિતા જમ્મુ અને કાશ્મીરના છે જ્યારે તેની માતા મહારાષ્ટ્રીયન છે. પૂર્વ અભિનેત્રી હેલન તેની સાવકી મા છે. તેમને અરબાઝ ખાન અને સુહેલ ખાન નામના બે ભાઈઓ પણ છે. અરબાઝ અગાઉ વીજે હતો અને તેણે અભિનેત્રી મલાઈકા અરોરા ખાન સાથે લગ્ન કર્યા હતા. સલમાનને અલવીરા અને અર્પિતા નામની બે બહેનો પણ છે.
‘મેને પ્યાર કિયા’થી રાતો રાત બન્યો સુપરસ્ટાર- સલમાન ખાને ફિલ્મ ‘બીવી હો તો એસી’થી તેનાં અભિનયની શરૂઆત કરી છે. તેણે આ ફિલ્મમાં તેનાં સહાયક કલાકરની ભૂમિકા અદા કરી. બોલિવૂડમાં તેની પહેલી પ્રમુખ ભૂમિકા સૂરજ બડજાત્યાની રોમેન્ટિક ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ હતી. આ ફિલ્મ તે સમયે સર્વાધિક કમાણી વાળી ફિલ્મમાંથી એક હતી. સલમાન ખાનને ‘મેને પ્યા કિયા’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સલમાન ખાન ઘણી વખત તેનાં ઇન્ટરવ્યૂમાં કહી ચુ્કયો છે તેને હિટ થયા બાદ તેને ઘણાં મહિનાઓ સુધી કામ નહોતુ મળ્યું. કારણ કે ભાગ્યશ્રીએ નિર્ણય લીધો હતો કે તે ફક્ત તેનાં પતિ સાથે કામ કરશે. જોકે આ બાદ સલમાન ખાને તેનાં કરિઅરમાં ક્યારેય પાછળ વળીને જોયુ નથી.
સલમાન ખાનની ખાસ ફિલ્મો
‘મેને પ્યાર કિયા’,’સનમ બેવફા’, ‘સાજન’, ‘હમ આપકે હૈ કોન’, ‘કરણ અર્જૂન’, ‘જુડવાં’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘બીવી નંબર વન’, ‘હમ દિલ દે ચુકે સનમ’, નો એન્ટ્રી’,’પાર્ટનર’, ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘રેડી’, બોડીગાર્ડ’, ‘એક થા ટાઇગર’ ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘દબંગ 2’, ‘કિક’, ‘બજરંગી ભાઇજાન’, ‘સુલ્તાન’, ‘રેસ’, ‘રાધે’,’અંતિમ’
64 , 1