યોગા ગર્લ ‘શિલ્પા શેટ્ટી ‘ નો આજે છે જન્મદિવસ…

વર્ષ 1993માં ‘બાઝીગર’ ફિલ્મથી તેણે એક્ટિંગની શરૂઆત કરી

આજે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો 46મો જન્મદિવસ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. શિલ્પા શેટ્ટી 46 વર્ષની ઉંમરે પણ યંગ અને સુંદર દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે યોગ કરી રહી છે. શિલ્પા શેટ્ટીનો જન્મ 8 જૂન 1975ના રોજ થયો હતો. બાળપણથી જ તેમનું સપનું અભિનેત્રી બનવાનું હતું. 10 પાસ કર્યા બાદ તેણે મોડેલિંગની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ,શિલ્પા શેટ્ટીએ લિમ્કાની જાહેરાતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1993માં ‘બાઝીગર’ ફિલ્મથી તેણે એક્ટિંગની શરૂઆત કરી.શિલ્પા શેટ્ટીને ડાન્સ કરવો, કુકિંગ અને યોગ કરવા ખૂબ જ પસંદ છે. શિલ્પા કુકિંગની સાથે સાથે ખાવાની પણ શોખીન છે. તેમને કરી રોટી, કોર્ન પુલાવ, ચીકન બિરયાની, સાઉથ ઇન્ડિયન ફૂડ, પાણીપુરી, ઉપમા અને ઈડલી ખૂબ જ પસંદ છે.

મીડિયા રિપોર્ટ ,અનુસાર શિલ્પાએ એક વાર જણાવ્યું હતું કે, તેમને ડ્રાઈવ કરતા ડર લાગે છે, તેથી તે હંમેશા તેમની સાથે ડ્રાઈવર રાખે છે.શિલ્પા શેટ્ટીની હાઈટ પ ફૂટ 10 ઈંચ છે અને તે બોલીવુડની સૌથી લાંબી અભિનેત્રીઓમાંથી એક છે.બોલિવૂડની ખૂબ જ ઓછી સેલિબ્રિટીઝ છે જેમની પાસે તેમના પ્રાઈવેટ જેટ છે. શિલ્પા અને રાજ કુંદ્રા પાસે તેમનું પ્રાઈવેટ જેટ છે. શિલ્પા શેટ્ટી જેટ સાથે તેમના ફોટોઝ અને વિડીયો શેર કરતા રહે છે.શિલ્પા શેટ્ટીને કરાટેમાં બ્લેક બેલ્ટ મળ્યો છે. શિલ્પા શેટ્ટી ફિટનેસ અંગે ખૂબ જ એક્ટિવ રહે છે.

આ ઉપરાંત ,90ના દાયકામાં શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર વચ્ચે અફેર હોવાની ખૂબ જ ચર્ચા કરવામાં આવતી હતી. તેમણે તેમના અફેરની વાત છાપવા બદલ એક મેગઝીન સામે કેસ કર્યો હતો.શિલ્પા શેટ્ટીને નેટિવ ભાષા ‘તુલુ’ની સાથે સાથે હિન્દી, ઈંગ્લિશ, કન્નડ, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષા પણ આવડે છે.શિલ્પા શેટ્ટી હોલીવુડ રિયાલીટી શો બિગ બ્રધરની વિજેતા રહી ચૂકી છે. હાલમાં શિલ્પા એક રિયાલીટી શોમાં જજ છે અને ફિલ્મ ‘હંગામા 2’માં પડદા પર જોવા મળશે.

 48 ,  1