આજે કારગિલ વિજય દિવસ પર સેનાની ધૈર્ય અને વીરતાને સલામ..

20 વર્ષ પહેલા આજના દિવસે 26 જૂલાઇ 1999એ ભારતે કારગિલ યૂધ્ધમાં વિજય મેળવ્યો હતો. આ દિવસને દર વર્ષે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંદાજીત બે મહિના સુધી ચાલેલા કારગિલ યુધ્ધમાં ભારતીય સેનાએ સાહસનું એવું ઉદાહરણ આપ્યું જેના પર દેશવાસીઓને ગર્વ છે.

આ યુધ્ધમાં ભારતના 527થી વધારે જવાનો શહીદ થયા હતા, 1300થી વધારે ઘાયલ થયા હતા.પાકિસ્તાને આ યુધ્ધની શરૂઆત 3 મે, 1999ના રોજ કરી હતી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કારગિલ વિજય દિવસ પર સેનાની ધૈર્ય અને વીરતાને સલામ કર્યાં છે.

આજે નરેન્દ્રમોદીએ કારગિલ દિવસ પર ટ્વીટ કરી વીર સપૂતોને યાદ કર્યા હતાં.અને માં ભારતીનાં વીર સપૂતો ને નમન કર્યા હતાં.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર દ્રાસમાં કારગિલ યુદ્ધના સ્મારકની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1999ના કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રધ્ધાંજલી આપશે.

 114 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી