આજે ફરી પેટ્રોલ થયું મોંઘુ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં ભાવ 100ને પાર

ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ઈંઘણમા ભાવમાં સતત વધારો થઊ રહ્યો છે. આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યોછે. સરકારા ઓઈલ માર્કેટિંગ કંપનીએ આજે ​​પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના પગલે આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 35 પૈસા વઘીને લિટર રૂ. 99.16 પર પહોંચી ગયું છે તો ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં 40 પૈસા પ્રતિ લિટર મોંઘો થઈને રૂપિયા 99.04 થઈ ગયા છે. દેશના ચાર મહાનગરોમાં મુંબઈ બાદ આજે ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યું છે.

માહિતી મળી રહી છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઉપર જઇ રહ્યા છે જેથી આગામી દિવસોમાં કિંમતોમાં વધારો થઈ શકે છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી રાહત મળી હતી જેની અસરના ભાગરૂપે ડીઝલના દરોમાં વધારો થયો નથી.

છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. દેશના અનેક શહેરોમાં ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયા પ્રતિ લિટર છે. પટણા, ભોપાલ, રાજસ્થાન, જયપુર શહેર સહિતના અનેક રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે.

ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ટેક્ષ અલગ-અલગ હોવાથી પેટ્રોલ-ડીઝલનો ભાવ જુદ્દો હોય છે.

 21 ,  1