આજે વડાપ્રધાન મોદી ચૂંટણી રાજય ઉત્તરપ્રદેશની મુલાકાતે

દિવાળી પહેલા 64 હજાર કરોડની યોજનાઓની આપશે ભેટ

દેશના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્વના રાજ્ય ઉત્તરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે. જેના પગલે હવે રાજકીય પક્ષોએ કમર કસી છે આજે પ્રધાનમંત્રી મોદી ઉત્તરપ્રદેશની મુલાકાત લેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલા બનારસના વિકાસને વેગ આપવા સોમવારે વારાણસીની મુલાકાત લેશે. પીએમ મોદી વારાણસીની લગભગ દોઢ કલાકની મુલાકાત દરમિયાન 5 હજાર 190 કરોડના 28 વિકાસ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરશે. આ દરમિયાન, દેશની આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે, વડાપ્રધાન 64 હજાર કરોડ રૂપિયાની આત્મનિર્ભર તંદુરસ્ત ભારત યોજના પણ શરૂ કરશે.

પીએમ મોદી સિદ્ધાર્થ નગરથી સીધા હેલિકોપ્ટર દ્વારા મહેંદીગંજ, વારાણસીમાં જાહેર સભા સ્થળે પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમના સંસદીય મતવિસ્તારના લોકોને મળવા માટે નવનિર્મિત રિંગ રોડ ફેઝ-2ના કિનારે સ્થિત મેદાનમાં જાહેર સભાને સંબોધશે.

આ દરમિયાન, પૂર્વાંચલથી વારાણસીની કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે રિંગ રોડ, વારાણસી-ગોરખપુર નેશનલ હાઈવેને પહોળો કરવા સહિત 28 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ એક વાગે વારાણસી પહોંચશે અને જનસભાના સ્થળેથી 2.30 વાગે બાબતપુર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

આજે પ્રધાનમંત્રી મોદી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાના ઉપલક્ષ્યમાં કેટલીક જાહેરાતો કરે તેવી સંભાવના છે. આ દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. જેમાં માત્ર 5 વર્ષના સમયગાળામાં 64 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી