શેરબજારમાં સુસ્તીનું વાતાવરણ, સેન્સેક્સ 39,741 પર બંધ

શેરબજાર બુધવારે નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 15 અંકના ઘટાડા સાથે 39,741.36 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 7.85 અંકના ઘટાડા સાથે 11,914 નીચલા સ્તર પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સવારે શેરબજારમાં દિવસની શરૂઆતમાં જ  નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 132 પોઇન્ટના ઘટાડા સાથે ૩૯,૬૨૦.૮૩ની સપાટીએ ખુલ્યો હતો, તો નિફટી ૩૬ પોઈન્ટ ઘટીને ૧૧,૮૭૦.૧૫ પર ખુલ્યો છે.

ગુરુવારે પણ અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી. જોકે જાણકારો જણાવી રહ્યાં છે અમેરિકી ડોલર સામે રૂપિયા મજબૂત થશે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.34 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.34 પર બંધ રહ્યો હતો.

 13 ,  1