શેરબજારમાં દિવસના અંતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, દિવસના અંત સુધી સેન્સેક્સમાં ૧૬૫.૯૪ પોઈન્ટ વધીને ૩૯,૯૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો, જયારે નીફટીમાં ૪૨.૯૦ પોઈન્ટ વધીને ૧૧,૯૬૫.૬૦ પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે દિવસના પ્રારંભે શેરબજારમાં તેજી જોવા મળી હતી, જેમાં સેન્સેક્સ ૧૧૫.૯૩ પોઈન્ટ વધીને ૩૯,૯૦૦.૪૫ની સપાટી પર ખુલ્યો હતો તેમજ નિફ્ટી ૩૭.૧૫ પોઈન્ટ વધીને ૧૧,૯૫૯.૮૫ની સપાટી પર ખુલ્યું હતું.
૧૧ જુને અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવા મળ્યો હતો. ઓપનીંગ ટ્રેડીંગમાં અમેરિકન ડોલર સામે ૨૦ પૈસાના વધારા સાથે રૂપિયો ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૬૯.૪૫ના ભાવ પર ખુલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૬૫ પર બંધ રહ્યો હતો.
33 , 1