શેરબજારમાં નજીવો વધારો, સેન્સકસ +85.55 પોઇન્ટ પર બંધ

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો થયો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +85.55 પોઇન્ટ વધીને 39,046.34 ની સપાટીએ બંધ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +19.35 પોઈન્ટના ઉછાડા સાથે 11,691.50 પર બંધ થયો છે.

ઉલ્લેખનિય છે કે શેરબજારમાં આજે ખુલતાની સાથે તેજી જોવા મળી હતી. જેમાં બીએસઇના બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +160.01  પોઇન્ટ વધીને 39,120.80ની સપાટી પર ખુલ્યો હતો. તો બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +46.00 પોઈન્ટના ઉછાડા સાથે 11,717.65 સપાટી પર ખુલ્યો હતો.

પ્રારંભિક ટ્રેડિંગમાં વેદાન્તા, ઇન્ડસઇન્ડ બેંક, કોલ ઇન્ડિયા, પાવર ગ્રિડ કોર્પોરેશન, સિપ્લા, ટાટા મોટર્સ, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, આઇશર મોટર્સ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, આઇઓસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિંદાલકો, એચસીએલ ટેક અને ઇન્ફોસિસમાં મજબૂતાઈ સાથે વ્યવસાય નોંધાયેલ હતો.

બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ગ્રાસિમ, એચયુએલ, એસબીઆઈ, યસ બેંક, ભારતી ઇન્ફ્રાટેલ, એચડીએફસી બેન્ક અને બ્રિટાનિયામાં નબળાઈ સાથે ટ્રેડિંગ થઇ રહ્યું હતુ.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી