શેરબજારમાં શરૂઆતમાં કડાકો, સેન્સેક્સ −160.87 પોઇન્ટ ડાઉન

શેરબજારમાં દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −160.87 પોઇન્ટ ઘટીને 39,291.20 ની સપાટીએ ટ્રેડ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −53.75 પોઈન્ટ ઘટીને 11,769.55 પર ટ્રેડ થઇ રહી છે.

સોમવારે પણ અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.80 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.80 પર બંધ રહ્યો હતો.

પ્રારંભિક ટ્રેડિંગમાં એનટીપીસી, ભારતી ઇન્ફ્રાટેલ, પાવર ગ્રિડ કોર્પોરેશન, એશિયા પેન્ટ્સ, ટાઇટન કંપની, લાર્સન, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ટીસીએસ, કોટક મહિન્દ્રા, યુપીએલમાં મજબૂતાઇ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ગ્રાસિમ, ઇન્ડસઇન્ડ બેંક, વેદાન્તા, ગેલ, રિલાયન્સ, આઇઓસી, કોલ ઇન્ડિયા, હીરો મોટકોર્પ, બ્રિટાનિયા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, સિપ્લા, એસબીઆઈ, ડૉ. રેડિઝ લેબ્સ, બજાજ ઓટો અને બજાજ ફાઇનાન્સમાં નબળાઈ સાથે ટ્રેડિંગ થઇ રહ્યું છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર