સેન્સેક્સ −491.28 અંકના ઘટાડા સાથે તૂટ્યું બજાર

શેરબજારમાં દિવસના અંતે જોરદાર કડાકો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −491.28 પોઇન્ટ ઘટીને 38,960.79ની સપાટીએ બંધ થયો હતો તો બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −151.15 પોઈન્ટ ઘટીને 11,672.15ની સપાટી પર બંધ થયો છે.

આજે સવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −160.87 પોઇન્ટ ઘટીને 39,291.20 ની સપાટીએ ટ્રેડ થયો હતો, બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −53.75 પોઈન્ટ ઘટીને 11,769.55 પર ટ્રેડ થયો હતો.

સોમવારે પણ અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.80 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.80 પર બંધ રહ્યો હતો.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી