September 23, 2021
September 23, 2021

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં ૧૬૦ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે ખુલતાની સાથે તેજી જોવા મળી છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +160.01  પોઇન્ટ વધીને 39,120.80ની સપાટી પર ખુલ્યો છે તો બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +46.00 પોઈન્ટના ઉછાડા સાથે 11,717.65 સપાટી પર ખુલ્યો છે

મંગળવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં 7 પૈસાની મજબૂતી જોવા મળી છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.83 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.90 પર બંધ રહ્યો હતો.

પ્રારંભિક ટ્રેડિંગમાં વેદાન્તા, ઇન્ડસઇન્ડ બેંક, કોલ ઇન્ડિયા, પાવર ગ્રિડ કોર્પોરેશન, સિપ્લા, ટાટા મોટર્સ, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, આઇશર મોટર્સ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, આઇઓસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિંદાલકો, એચસીએલ ટેક અને ઇન્ફોસિસમાં મજબૂતાઈ સાથે વ્યવસાય નોંધાયેલ છે.

બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ગ્રાસિમ, એચયુએલ, એસબીઆઈ, યસ બેંક, ભારતી ઇન્ફ્રાટેલ, એચડીએફસી બેન્ક અને બ્રિટાનિયામાં નબળાઈ સાથે ટ્રેડિંગ થઇ રહ્યું છે.

 32 ,  1