આજે લાભ પાંચમ : વેપારીઓ ચોપડા પૂજન બાદ વેપારની શરૂઆત કરશે, જાણો શુભ મુહૂર્ત

વેપારીઓનું ‘મિની વેકેશન’ પૂર્ણ, તમામ બજારો ધમધમી ઉઠશે

આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની પૂર્ણાહતિ થઈ ગઈ છે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ આજે મુહૂર્ત કરશે. લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગશે. જોકે, અમદાવાદના મોટાભાગના વેપારીઓ મુહૂર્ત કર્યા બાદ ગુરુવાર એટલે કે સાતમથી દુકાન-ધંધા શરૂ કરશે. જો કે, અમુક વેપારીઓ તો સાતમના દિવસે જ મૂહુર્ત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવા વર્ષે લાભપાંચમથી વેપાર ધંધા ઉદ્યોગોના શ્રી ગણેશ કરવામાં આવતા હોય છે. ત્યારે આજથી અમદાવાદના બજારોમાં વેરારીની ચહલ-પહલ શરૂ થઈ જશે. જો કે, ઘણા વેપારીઓ સાતમનું કરતા હોવાથી અમદાવાદના બજારો સાતમથી ધમધમતા થઈ જશે. વેપારીઓએ દિવાળીના રોજ ચોપડા પૂજન કરીને દુકાનો વધાવી લીધા બાદ મૂહુર્તના સોદા કરશે અને નવા ઓર્ડર આપશે.

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયની મંદી બાદ ચાલુ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ અને બજારોમાંથી મંદી દૂર થઈ હોય તેવા માહોલ ઉભો થયો હતો. લોકોએ દિવાળી સુધી છેલ્લી ઘડીની ખરીદી કરતા બજારોમાં ગ્રાહકોની જોરદાર ભીડ જોવા મળી હતી. જેમાં અમદાવાદના કાપડ બજાર, પગરખા બજાર અને ગૃહ સુશોભનની વસ્તુઓના બજારોમાં ધૂમ ખરીદી થઈ હતી. જેથી વેપારીઓને હાશકારો થયો હતો.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી