September 20, 2021
September 20, 2021

આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક, નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર

“રૂપાણીની જેમ ફરી નવા મુખ્યમંત્રી તરીકે કોઈ ‘સરપ્રાઇઝ’ મળશે ? “

રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ભાજપે પસંદ કરેલા નિરીક્ષકો નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ખરાબ હવામાનના કારણે  દિલ્હીથી રવાના થયા નથી. અમદાવાદની આસપાસના વિસ્તારો સિવાયના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે.

તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.  આ બંને નેતાઓ દિલ્લીથી રવાના થવાના છે. નોંધનીય છે કે ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. 

વિજય રૂપાણીએ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળો તેજ બની છે. સીએમ પદની રેસમાં નીતિન પટેલ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, ગણપત વસાવા, પ્રફુલ્લ પટેલ, પરશોત્તમ રૂપાલાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતને આજે નવા મુખ્યમંત્રી મળી શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં છે જેમાં સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ CM પદના દાવેદાર તરીકે સૌથી આગળ છે. નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રી છે ત્યારે તેમણે CM બનાવી શકાય છે.

ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ CM પદની રેસમાં સામેલ છે. તો બીજી તરફ આદિવાસી નેતા ગણપત વસાવાને પણ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સોંપાઈ શકે છે. આ સાથે દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સૌરાષ્ટ્રના મોટા નેતા એવા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ CMની રેસમાં દાવેદાર મનાઈ રહ્યા છે. 

 27 ,  1