Live : આજના દિવસની કાગડોળે જોવાતી હતી રાહ, આવી ગઇ કોરોનાની રસી- PM મોદી

માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે : વડાપ્રધાન

ભારતમાં આજે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ થવા જઇ રહ્યું છે. હવે ગણતરીની મિનિટોમાં PM મોદી વેક્સીનેશનલ ડ્રાઇવનો શુભારંભ કરશે. આ રસીકરણ અભિયાન માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લીધી છે. સવારે 10.30 વાગ્યાથી દેશમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઇ જશે. આ અભિયાનની સાથે જ પીએમ મોદી CoWIN એપ પણ લોન્ચ કરશે.

વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ સંબોધન દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરતા કહ્યું- આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.

તમામ 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો(UT)ની 3006 સાઈટ્સ પર એકસાથે આ કાર્યક્રમ ચાલું કરાશે. પહેલા ફેઝમાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેટ કરાશે. પહેલા દિવસે દરેક સાઈટ પર ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવામાં આવશે.

 35 ,  1