September 20, 2021
September 20, 2021

Tokyo Olympics : સ્ટાર બેડમિન્ટન PV સિંધુનો સેમિફાઈનલમાં પ્રવેશ

ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડીને હરાવી

ભારતીય સ્ટાર બેડમિન્ટન પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. સિંધુએ સતત બીજા ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.

નોંધનીય છે કે, ટોકિયો ઓલિમ્પિકનો આજે આઠમો દિવસ છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને ભારતના ખાતામાં વધુ એક મેડલ પાક્કો કરી દીધો છે. તેમણે 69 કિલો વર્ગના ક્વાટરના ફાઈનલમાં ચીની તાઈપેવી નિએન ચિન ચિનને 4-1થી માત આપી છે. લવલીનાએ આ જીત સાથે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

લવલીના માટે સેમી ફાઈનલમાં કપરા ચઢાણ છે. કારણ કે તેનો મુકાબલો તુર્કીની મહિલા બોક્સર અને વિશ્વની નંબર વન સામે છે. લવલીન પહેલા કીક બોક્સર બનવા માંગતી હતી. તેની બે બહેનો લીમા અને લીચા કીક બોક્સર જ છે. જોકે બાદમાં તેણે બોક્સીંગમાં કેરિયર બનાવવાનુ પસંદ કર્યુ હતુ. લવલીનાએ 2012 થી બોક્સિંગની ટ્રેનિંગ શરૂ કરી હતી. નવ વર્ષની મહેનતનું પરિણામ આજે જોવા મળ્યું હતું.

 42 ,  1