September 18, 2021
September 18, 2021

Tokyo Olympics : પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર

સિંધુ પાસે હજુ પણ બ્રોન્ઝ મેડેલ જીતવાનો ચાન્સ

ભારતની સ્ટાર બેડમિન્ટન પી.વી સિંધુથી ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ જીતવાની મોટી આશાઓ હતી પણ આ આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ છે. સિંધુ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. 

બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હારી ગઈ છે. ચીનની તાઈપે જૂ ચિંગે સામે 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને બ્રોન્ઝ માટે રમવું પડશે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.

 57 ,  1