અભિનેત્રી વિજયા નિર્મલાનું 73 વર્ષની વયે નિધન, બનાવી ચૂકી છે આ રેકોર્ડ્સ

તેલુગુની જાણીતી અભિનેત્રી અને ડાયરેક્ટર વિજયા નિર્મલાનું ગુરૂવારે હૈદરાબાદમાં 73 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે તેમણે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

20 જાન્યુઆરી,1946ના રોજ જન્મેલી એક્ટ્રેસ 44 તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. વર્ષ 2002માં તે સૌથી વધુ ફિલ્મ બનાવનાર મહિલા નિર્દેશન બની ગઇ.

વિજય નિર્મલાએ એક એકટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમના બીજા પતિ અભિનેતા કૃષ્ણ સાથે 47 ફિલ્મોમાં કામ કર્યું. તેમની કારકિર્દીમાં તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા કૃષ્ણ દક્ષિણ ભારતના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી