Video: 34 વર્ષ બાદ ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ની સીક્વલનું ટ્રેલર રિલીઝ

હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝની વર્ષ 1986માં બનાવામાં આવેલી ફિલ્મ ટોપ ગનનું 34 વર્ષ બાદ સીક્વલ બનવા જઈ રહ્યું છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ બનાવનારે ટ્રેલર વીડિયો રજૂ કરવાની સાથે ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ટોમ ક્રૂઝની આ ફિલ્મ 26 જૂન 2020એ રિલીઝ થશે. ફિલ્મમાં ટોમ ક્રૂઝ ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટરના રોલમાં જોવા મળે છે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં એડ હેરિસ એક્ટર ટોમ ક્રૂઝના વખાણ કરે છે અને તેને પૂછે છે કે તે કેમ એક કેપ્ટન બનીને રહી ગયો? અને તેનું કેમ પ્રમોશન ના થયું? જેના જવાબમાં ટોમ ક્રૂઝ કહે છે કે આ તેના જીવનનું એક રહસ્ય છે.

ટ્રેલરમાં આગળ ટોમ ક્રૂઝ પાયલટ બ્રેડલી બ્રેડશોને ટ્રેનિંગ આપે છે. કારણ કે બ્રેડલી પણ પિતા નિકની જેમ પાયલટ બનવા માગે છે. ફિલ્મમાં ટોમ ક્રૂઝ ઉપરાંત લુઈસ પુલમેન, જોસેફ કોસિન્સકી, ગ્લેન પોવેલ, જેનિફર કોનલી જેવા કલાકારો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી