પાકિસ્તાનને પોતાના પગ પર જ કુહાડો માર્યો – ટામેટા 300 રુપિયે કિલો

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રીતરસનું ધુંધવાઈ ગયું છે. આ બોખલાહટમાં આવીને તેને ભારત સાથેના વ્યાપાર સંબંધો તોડી નાખ્યા છે. પરંતુ હવે ખુદ પાકિસ્તાને જ તેના માઠા પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. ભારતીય ખેડૂતો અને વ્યાપરીઓએ પાકિસ્તાનને પોતાના માલ-સામનની નિકાસ કરવાનો ઈનકાર કરી દીધો છે. સાથે જ સરકારે તો પહેલાથી જ કસ્ટમ ડ્યૂટી વધારીને 200 ટકા કરી દીધી છે. જેના કારણે પહેલાથી જ કંગાળ પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.

પાકિસ્તાનમાં પહેલાથી જ મોંઘવારીએ માંઝા મુકી છે ત્યારે હવે ટામેટાના ભાવ પણ લાલચોળ થયા છે. ટામેટાના ભાવ વધીને 300 રૂપિયે કિલો થઈ ગયા છે.પાકિસ્તાનને સૌથી વધારે ફળો અને શાકભાજી સપ્લાઈ કરનારી આઝાદપુર બજારમાં વ્યાપારીઓએ માલ સામાન ના મોકલવાનો ભારતના વ્ય્યાપારીઓએ નિર્ણય લીધો છે.

ટામેટા વ્યાપાર સંઘના પ્રેસિડેંટ અશોક કૌશિકના જણાવ્યા પ્રમાણે, અટારી-વાઘા બોર્ડરથી દરરોજ 75થી 100 ટક ટામેટા પાકિસ્તાનમાં મોકલવામાં આવતા હતાં, પરંતુ 370ની ઘટના બાદ પાકિસ્તાનના વલણને લઈને ટ્રેડર્સે પોતાનો માલસામાન રોકી દીધો છે. તો બીજી બાજુ ફળો, શાકભાજી, કપાસ, દોરાના વ્યાપારીઓએ પણ આ રસ્તેથી જતા માલને લઈને બુકિંગ બંધ કરી દીધા છે.

પાકિસ્તાનમાં બટાટાના ભાવ વધીને 30 થી 35 રૂપિયા કિલો થયા છે જ્યારે પહેલા તે માત્ર 10 થી 12 રૂપિયા હતાં. આમ બટાટાના ભાવમાં તો 3 ઘણો વધારો થયો છે. તેવી જ રીતે તુરિયા અને કાંકડીના ભાગ 80 રૂપિયા થઈ ગયા છે. દૂધી, અને ટિંડોળાના ભાગ પણ વધીને 60થી 80 રૂપિયા થયા છે, જે પહેલા માત્ર 40 રૂપિયા હતાં. જ્યારે શિમલા મરચુ 80, ભિંડાએ તો સદી ફટકારી દીધી છે. પાકિસ્તાનમાં ભિંડાના ભાવ 120 રૂપિયા કિલો થયા છે. આ અગાઉ પુલવામા હુમલા દરમિયાન પણ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપાર અટકાવી દીધો હતો જેના પગલે પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આશમાને પહોંચ્યા હતાં.

આમ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાને લઈને પાકિસ્તાને લીધેલા મુર્ખામીભર્યા નિર્ણયના કારણે તેના જ નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી