આવતીકાલે ચક્રવાત તૂફાન ‘જવાદ’ આંધ્ર, ઓડિશાના કિનારે ત્રાટકશે!

‘જવાદ’ વાવાઝોડાના ભય : 100 ટ્રેનો રદ, 266 રેસ્ક્યુ ટીમો તૈનાત

દેશમાં હવે એક નવા ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. તૌક્તે અને યાસના ચક્રવાતી વાવાઝોડા બાદ હવે જવાદ ચક્રવાત દેશ માટે ઘણી મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે જવાદ વાવાઝોડાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ વાવાઝોડુ જવાદ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધી રહ્યુ છે. જેના પગલે આ રેલવે દ્વારા 3 અ્ને ચાર ડિસેમ્બરના રોજ 100 ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે.

રેલવેએ કહ્યુ છે કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.દરમિયાન હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. આગાહી પ્રમાણે આ વાવાઝોડુ શનિવારે સવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા પર ટકરાઈ શકે છે.જેના પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની અને પૂરની આગાહી પણ કરવામાં આવી છે.

IMDએ કહ્યું છે કે આ તોફાન શનિવારે સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. IMD અનુસાર, વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

દરમિયાન વાવાઝોડાને ધ્યાનમા રાખીને આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની સરકારોએ પણ તૈયારીઓ શરુ કરી છે.જેના ભાગરુપે ફાયર બ્રિગેડ એનડીઆરએફ અને રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટની 266 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી