મોકૂફ રખાયેલી શારીરિક કસોટી અંગે આવતીકાલે નિર્ણય

LRD અધ્યક્ષ હસમુખ પટેલે આપી જાણકારી

ગુજરાત પોલીસમાં PSI અને LRDની ભરતીમાં શારીરિક કસોટી ચાલી રહી છે. 3 ડિસેમ્બરથી આ પરીક્ષા શરૂ થઈ છે. જોકે, માવઠાના કારણે 8 મેદાન પર જ પરીક્ષા લેવાઈ શકી હતી. જવાદ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો, કેટલાક સ્થળે વરસાદનો પણ માહોલ જોવા મળ્યો છે ત્યારે PSI-LRD ભરતી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવી તારીખોની ચર્ચાને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

મોકૂફ રાખવામાં આવેલી શારીરિક કસોટી હવે પછી ક્યારે લેવી તે અંગેનો નિર્ણય બંને બોર્ડ દ્વારા આવતીકાલે લેવામાં આવશે.

એકથી વધુ કોલલેટરવાળા ઉમેદવારોએ બોર્ડને અરજી કરી હોય તેમણે બોર્ડના જવાબની રાહ જોવાની જરૂર નથી. તે તો બોર્ડનો રેકોર્ડ સરખો કરવા માટે છે જેથી કોઇ ઉમેદવારના ગુણ મૂકવાના બાકી રહી ન જાય. ઉમેદવારે કોલ લેટરની સુચના ક્રમાંક ૧ મુજબ પહેલા આવતી તારીખે કસોટી આપવાની રહેશે.

અગાઉ માત્ર બે-ત્રણ જગ્યાએ જ આ પરીક્ષા મોકૂફ રાખવાની વાત હતી.પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વાતાવરણ અનુકૂળ ના હોય,વિભાગે રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી