સોપોરમાં એન્કાઉન્ટર, લશ્કરનો ટોપ કમાન્ડર સહિત 3 ઠાર

 સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ 

બારામૂલા જિલ્લાના સોપોરમાં સેનાએ લશ્કરનો ટોપ કમાન્ડર મુદાસિર પંડિત સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સોપોર વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. રાતભર જારી અથડામણમાં સુરક્ષાદળોના હાથમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ આ દરમિયાન લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાં લશ્કરનો ટોપનો આતંકવાદી મનાતો મુદાસિર પંડિત પણ શામેલ છે. હાલમાં સર્ચ ઓપરેશન જારી છે.

કાશ્મીરના IG વિજયકુમારે જણાવ્યું હતું કે મુદાસિર અન્ય ઘણી આતંકવાદી ઘટનાઓમાં પણ સામેલ હતો. 29 માર્ચે સોપોરમાં લોન બિલ્ડિંગની નજીક બે કાઉન્સિલર રિયાઝ અહેમદ પીર અને શમ્સ ઉદ્દીન પીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસકર્મી શફકત અહમદનું પણ મોત નીપજ્યું હતું.

 45 ,  1