ગુજરાતમાં વધી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ, પાટીલે આપ્યું મહત્વનું નિવેદન

રખડતા પશુના ત્રાસ અંગે ફરી CM સાથે વાત કરીશુંઃ પાટીલ

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો પર ખતરો મંડાયેલો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની છે. જ્યાં વરઘોડામાં એક આંખલો ઘૂસી આવ્યો હતો. વરઘોડામાં આંખલો ઘૂસતા અફરાતફરી મચી ગઇ હતી. વરઘોડામાં આંખલો ઘુસતા જાનૈયાઓને અડફેટમાં લીધા હતા. ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આવા બનાવો જીવલેણ હોય છે. તેઓ આ બનાવ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશે.

મહાનગરોમાં અને નગરપાલિકાઓમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. તેના કારણે અનેક દુર્ઘટનાઓ પણ બની રહી છે. પરંતુ આપણે ત્યાં માત્ર રખડતા ઢોરનો ત્રાસ હવે નહીં રહે તેવી વાતો થાય છે. અથવા તો કડક હાથે તંત્ર કામગીરી કરશે તેવી વાતો થાય છે. પરંતુ હકીકત એવી છે કે રાજ્યના તમામ શહેરોમાં આ પ્રકારનો રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકોની સૌથી મોટી સમસ્યા રખડતા ઢોરનો વધતો ત્રાસ બની ગઈ છે. તેમાં પણ તંત્ર અને નેતાઓ રોજ રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મોટી-મોટી વાતો કરે છે. ત્યારે રખડતા પશુ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી મહત્વનું નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે કહ્યું કે રખડતા પશુના ત્રાસ અંગે ફરી CM સાથે આજે વાત કરીશું. રખડતા પશુ મામલે નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું. ગ્રામ્ય વિસ્તારમાં રોઝ અને ભૂંડનો ત્રાસ સામે આવ્યો છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી