પર્યટન સ્થળો નોંતરી શકે છે ત્રીજી લહેરને…! IMAની ચેતવણી

ટુરિસ્ટ સ્પોટ પર લોકોની ભારે ભીડ ઉમટી

કોરોનાની ત્રીજી આંશકા વચ્ચે પર્યટન સ્થળોએ ઉમટી રહેલી લોકોની ભારે ભીડને લઇને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં ભલે કોરોના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બેદરકારી ફરી કોરોનાનો કહેર વર્તાવી શકે છે.

આઇએમએએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઓછામાં ઓછા ત્રણ માસ સુધી કોરોના ગાઈડલાઈનને કડકાઈથી પાલન કરવાની પીલ કરી છે. તેમજ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, પર્યટન, તીર્થ યાત્રા, ધાર્મિક ઉત્સાહ સહિત તમામની જરૂર છે પરંતુ હજુ અમુક મહિના સુધી રાહ જોઇ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે દેશના અનેક વિસ્તારોને અનલોક કરી દેવામાં આવ્યા છે. અને ટુરિસ્ટ સ્પોટ પર લોકોની ભારે ભીડ એકઠી થઇ રહી છે.

વર્તમાન સ્થિતિમાં પણ દેશમાં જે રીતે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેના પર પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દુઃખ વ્યક્ત કર્યું છે. આઇએમએએ જણાવ્યું કે ભારત હમણાં જ ભયાનક એવી બીજી લહેરમાંથી બહાર આવ્યુ છે. તેમ છતાં દેશમાં અનેક સ્થળોએ જે રીતે ભીડ એકત્ર થઇ રહી છે તે જોઇને દુઃખ થઇ રહ્યું છે.

આઇએમએએ કહ્યું કે ઇતિહાસમાં જેટલી પણ મહામારી આવી તે જોઇએ તો એક વાત સ્પષ્ટ છે કે ત્રીજી લહેરને ટાળી નહીં શકાય. પરંતુ દેશના અનેક વિસ્તારોમાં લોકો અને સરકાર બંને બેદરકારી દાખવી રહ્યા છે. તમામ લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વગર ભીડ એકઠી કરી રહ્યા છે.

 67 ,  1