Gujarat By Poll Result : ભાજપ જીત તરફ, CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચશે કમલમ

 ભાજપ તમામ બેઠકો પર આગળ, અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી

  • લીંબડી અને ડાંગ બેઠક પર ભાજપનું વાવાઝોડું ફૂંકાયું, લીંબડીમાં ભાજપના ઉમેદવાર 15 હજાર વોટથી આગળ, તો ડાંગમાં વિજય પટેલ 11 હજારની લીડ સાથે આગળ વધી રહ્યાં છે. લીંબડીમાં 12 મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણા 15,555 મતથી આગળ ચાલી રહ્યા છે. તો ડાંગ બેઠક પર 8 રાઉન્ડના અંતે ભાજપને 20152 મત મળ્યા છે.
  • કોંગ્રેસને 7567 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલ 12585 મતથી આગળ ચાલે છે. મતગણતરીમાં પાછળ જતા રહેતા કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત મતદાન મથક છોડીને જતા રહ્યા હતા. તેઓએ મીડિયા સાથે કંઈ પણ વાત કરવાની ના પાડી હતી. તેઓ પહેલા રાઉન્ડથી જ પાછળ રહ્યા હતા. 
  • કમલમ પર વિજય મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 12 વાગે કમલમ આવશે. કમલમ આવતા પહેલા બંન્ને વચ્ચે બેઠક થશે. તો બીજી તરફ, કોંગ્રેસ ભવન ખાતે સન્નાટો છવાયો છે. સવારથી બપોર સુધી એકપણ નેતા કે પદાધિકારી કોંગ્રેસ ભવન, પાલડી ખાતે દેખાયા નથી
  • મોરબી બેઠક પર બીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ, ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ
  • લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા આગળ
  • કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી આગળ
  • મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની આજે મતગણતરી થવાની છે. પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી થશે. 7 વિધાનસભા બેઠકો માટે 2 – 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે. વિધાનસભાની આઠેય બેઠક દીઠ એક મતગણતરી મથક પર બેલેટ પેપરની ગણતરી થશે. 8 વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે.

દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મત ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટિમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?

અબડાસા 30 રાઉન્ડ

લીંબડી 42 રાઉન્ડ

મોરબી 34 રાઉન્ડ

ધારી 29 રાઉન્ડ

ગઢડા 27 રાઉન્ડ

કપરાડા 27 રાઉન્ડ

કરજણ 28 રાઉન્ડ

ડાંગ 36 રાઉન્ડ

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર