બિહારમાં ઝેરી દારૂના પીવાના પગલે મોતના આંકડામાં સતત વધારો

અત્યાર સુધીમાં કુલ 41 લોકોના ટપોટપ મોત

બિહારમાં ઝેરી દારૂ પીવાને પગલે લોકોના એક બાદ એક ટપોપટ મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અહીયા 41 લોકોના મોત નિપજ્યા છે. સાતે ઘણા બધા લોકો હજું પણ અહીયા હોસ્પિટલમાં ભરતી છે અને અમુક લોકો તો પોતાની આખો પણ ગુમાવી ચુક્યા છે.

ગોપાલગંજ અને પશ્ચિમી ચંપારણના જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પીવાને કારણે 24 લોકોના મોત થયા હતા. પરંતુ હવે પોલીસે આપેલી માહિતી અનુસાર બીજા 13 લોકોના મોત થયા છે. જેના કારણે અહીયા કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલ ઉભા થયા છે. સાથેજ પોલીસ પણ હવે અહીયા દોડતી થઈ ગઈ છે.

મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા

ગોપાલ ગંજમાં આવેલ કુશહર ગામમાં ઝેરી દારૂ પિવાને કારણે ચાર લોકોના મોત થયા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે હજું અહીયા બીમાર છે. પોલીસે તેમના મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે ગામમાં બે દિવસમાં અમુક લોકોના રહસ્યમય રીતે મોત થયા. પરંતુ જ્યા સુદી પીએમ રિપોર્ટ ન આવે ત્યા સુધી કશુ કહી ન શકાય.

અત્યાર સુધીમાં 41 લોકોના મોત

આપને જણાવી દઈએ કે 15 દિવસમાં ઝેરીલી દારૂ પિવાને કારણે કુલ 41 લોકોના મોત થયા છે. જેમા મુજફ્ફરપુરમાં 28 ઓક્ટોબરે 6 લોકોના મોત થયા હતા. બેતિયામાં 3 નવેમ્બ્રે 13 લોકોના મોત થયા હતા. ગોપાલગંજમાં પણ અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી ચે. સલાથેજ સિવાન અને ગુઠનીમાં પણ 5 લોકોના ઝેરીલી દારૂ પિવાને કારણે મોત થયા છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી