સિંધુ બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડ્સ હટાવ્યાં, ટ્રેકટરોની લાગી લાઇનો
ગણતંત્ર દિવસના અવસર પર ટ્રેકટર પરેડ નીકાળી રહેલા ખેડૂતોની સવાર દિલ્હી પોલીસની સાથે ઝપાઝપી થઇ છે. પ્રદર્શનકારી ખેડૂતોએ પોલીસની તરફથી લગાવામાં આવેલા બેરિકેડને તોડી નાંખ્યા. ત્યારબાદ ખેડૂત રાજધાનીમાં પ્રવેશ કરી ગયા. આની પહેલાં ખેડૂતોની ટ્રેકટર રેલીને રોકવા માટે રાજધાનીના કરનાલ બાઇપાસ પર રાતો રાત અસ્થાયી દિવાલ ઉભી કરી દેવાઇ. આની પહેલાં ખેડૂતોની ટ્રેકટર પરેડને ધ્યાનમાં રાખતા દિલ્હી ટ્રાફિક પોલીસે સોમવારના રોજ અલગથી એક ટ્રાફિક એડવાઇઝરી રજૂ કરતાં લોકોને ચેતવણી આપી કે તેઓ ટ્રેકટર પરેડના રૂટની આસપાસથી પસાર ના થાય, નહીં તો મુશ્કેલી થઇ શકે છે.
કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતો દિલ્હીની 3 બોર્ડરથી આજે 12 વાગે ટ્રેક્ટર રેલી કરવાના છે. આ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે. ખેડૂતોએ જાતે જ બેરિકેડ્સ હટાવવાની શરૂઆત કરી દીધી છે. પોલીસે જે ટ્રકો ઊભી રાખી હતી એને ખેડૂતો તેમના ટ્રેક્ટરથી ધક્કા મારીને ખસેડી રહ્યા છે.
પોલીસે ખેડૂતોનો માત્ર 5 હજાર ટ્રેક્ટર્સ સાથે રેલી કાઢવાની મંજૂરી આપી છે, પરંતું માત્ર સિંધુ બોર્ડર પર જ 20 હજારથી વધારે ટ્રેક્ટરો પહોંચી ગયાં છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર પર અંદાજે એક લાખ ટ્રેક્ટર પહોંચશે.
શાહજહાંપુર-ખેડા બોર્ડર પર રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રથી અંદાજે 8 હજારથી વધારે ખેડૂતો ભેગા થયા છે. અહીં મોડી રાત સુધી ખેડૂતો આવતા હતા. હરિયાણા પોલીસે માનેસરમાં સરકારી કોલજની સામેથી પસાર થઈને જવા કહ્યું છે. અહીં સરકારી કોલેજમાં ધ્વજ ફરકાવવામાં આવશે. ખેડૂતોને આ કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરવાનું રહેશે.
77 , 1