September 19, 2021
September 19, 2021

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પણ બની ડિજિટલ

પોલીસ POS મશીનથી અગાઉનો બાકી નીકળતો દંડ પણ વસૂલશે

દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થવાના પગલે મોટાભાગનું બધુ ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની છે જેના પગલે ટ્રાફિક પોલીસ હવે POS મશીન દ્વારા દંડ વસૂલશે.

શહેરના ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં ટ્રાફિક પોલીસકર્મીઓને શહેરના વિવિધ પોઈન્ટ્સ માટે 150 POS મશીન સોંપવામાં આવ્યાં છે. અગાઉ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને સીસીટીવી દ્વારા ઈ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે POS મશીન દ્વારા સ્થળ પર જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસૂલશે.

એટલે કે વાહન ચાલકના કોઈ પણ બહાના નહીં ચાલે. શહેર ટ્રાફિક પોલીસ પાસે કુલ 150 POS મશીન આવી ગયા છે. જેથી કોઈ વાહન ચાલક એમ કહેશે કે, તેની પાસે રોકડા રૂપિયા નથી તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને સ્થળ પર જ દંડ ભરવો પડશે. દંડ ભર્યા બાદ POS મશીનમાંથી સ્લીપ પણ મળશે.

શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કોરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ POS મશીનથી અગાઉનો બાકી નીકળતો દંડ પણ વસૂલશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે POS મશીનની વહેચણી દરમિયાન કહ્યું કે, ટ્રાફિક પોલીસ વિભાગનું નાક સમાન છે. જેથી ટ્રાફિક પોલીસે જનતા સાથે સારો વ્યવહાર અને સારૂ વર્તન કરવાનું રહેશે. જેથી તેઓ લોકોનું દિલ જીતી શકશે અને આ જ જમાનાની જરૂરિયાત છે.

 64 ,  1