ભરૂચ : ટ્રાફિક પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી

શ્રાવણી પૂનમના રોજ ઉજવાતા રક્ષાબંધન પર્વના પાવન અવસરની આગોતરી ઉજવણી ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટી સ્થિત બચપન પ્લે સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી.

બચપન પ્લે સ્કૂલના ભૂલકાઓએ મઢુંલી ચોકડી, શ્રવણ ચોકડી તેમજ ભરૂચના વિવિધ માર્ગ ઉપર સતત ખડેપગે પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ તેમજ બીટીઇટીના જવાનોને કપાળ ઉપર કુંમકુંમ તિલક કરી જમણાં હાથની કલાઈમાં રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ, ડિરેક્ટર ગોપાલ શાહ, શિક્ષિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી