અમદાવાદ એરપોર્ટ પર હવે મુસાફરોની તકલીફ વધશે…

અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગના ડિપાર્ચર એરિયામાં ઇમિગ્રેશનની સિસ્ટમ સાથે કોમ્પ્યટરાઇઝ ઇ-ગેટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. ઇમિગ્રેશન વિભાગ પેસેન્જરનો પાસપોર્ટ અને વિઝા સ્કેન કરે પછી પેસેન્જરે ઇ-ગેટમાંથી પસાર થવું પડશે.

જો ઇમિગ્રેશનના કોમ્પ્યૂટરમાં પેસેન્જરનો ડેટા મીસમેચ થતો હશે.તો ઇ-ગેટમાંથી નીકળી શકશે નહી.૧.૨૫ કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરવામાં આવેલી આ નવી સિસ્ટમ ટૂંકસમયમાં એરાઇવલ એરિયામાં પણ મૂકવામાં આવશે.

હાલ ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં પેસેન્જર બેગેજની સાથે હેન્ડ બેગ લઈને એરલાઇન્સના કાઉન્ટર ઉપર જાય ત્યારે બેગેજનું વજન કરાવીને ચેકિંગ બેગેજ તરીકે બેગેજ આપી દે છે. હેન્ડ બેગ પોતાની પાસે રાખે છે. ર્બોર્ડિગ પાસ મળ્યા બાદ પેસેન્જર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા રહે છે.

છેલ્લા બે વર્ષથી કોઇ ઇમિગ્રેશનના ફોર્મ ભરવાની સિસ્ટમ નાબુદ કરી દેવાઇ છે. માત્ર ફોરન પાસપોર્ટ હોલ્ડરને જ એરાઇવલ અને ડિપાર્ચરના ફોર્મ ભરવાનુ હોય છે. ઇમિગ્રેશન કાઉન્ટર ઉપર ગયા પછી પેસેન્જર તેનો પાસપોર્ટ ઇમિગ્રેશન ઓફિસરને આપે પછી પાસપોર્ટ અને વિઝાનું સ્કેનિંગ થયા પછી પેસેન્જરનો ઓનલાઇન કોમ્પ્યટરમાં ફોટો પાડવામાં આવે છે. ત્યાર પછી ર્બોર્ડિગ પાસ ઉપર ઇમિગ્રેશનનો ડિપાર્ચર તરીકે સિક્કો લગાવવામાં આવે છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી