કરુણ દુર્ઘટના : ટ્રક અને કાર વચ્ચે અકસ્માત ,10 લોકોના મોત…

ઈકો કારમાં એક જ પરિવારના 10 સભ્યો હતા..

કોઈપણ અકસ્માત નડે ત્યારે માત્ર એક વ્યક્તિનું મોત થતું નથી , પરંતુ આખા પરિવારના સપનાઓનું અને ભવિષ્યનું પણ મોત થતું હોય છે .આવો જ એક ગમખ્વાર અકસ્માત આજે સવારે જ સર્જાયો હતો .

વિગતોમાં , આ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક જ પરિવારના 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ભાવનગરના વરતેજના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે .આ અકસ્માત તારાપુર ઇન્દ્રાજ પાસે થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકની ટક્કરે ઈકો કાર અડધી થઈ ગઈ હતી. ઈકો કારમાં એક બાજુ લાશોનો ઢગલો થઈ ગયો હતો. ક્ષતવિક્ષત હાલતમાં ઈકો કારમાં લાશો પડી હતી. અરેરાટીભર્યા અકસ્માતનો નજારો જોઈને દરેકના મનમા ગમગીની છવાઈ ગઈ હતી. ઈકો કારના સ્પેરપાર્ટસ પણ બહાર આવી ગયા હતા.

મળતી સમગ્ર માહિતી મુજબ ,સવારે 6 થી 6.30 ની વચ્ચે આ અકસ્માત બન્યો હતો. GJ 10 VT 0409 નંબરની ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો. ભાવનગરનો પરિવાર સુરતથી ભાવનગર ઈકો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. ઈકો કારમાં એક જ પરિવારના 10 સભ્યો હતા. ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી છે. તારાપુરથી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ભાવનગર તરફ જતી હતી અને ટ્રક બગોદરા તરફ આવતો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાતા કારમાં સવાર તમામ 10 લોકોના મોત નિપજ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,હાલ આ પરિવાર કોણ છે તેની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

વધુમાં ,આ અકસ્માત તંત્રના વાંકે થયો હોવાનું કહી શકાય. અકસ્માત વાસદ બગોદરા હાઈવે પર સર્જાયો હતો, જેનું લાંબા વર્ષોથી રોડનું કામ ચાલી રહ્યુ છે. વિવાદોને કારણે છ લેન હાઈવેનું કામ ઠકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઈડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઈ હતી.

 93 ,  1