આસમમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં : છઠપૂજાથી પરત આવતા 10 લોકોના મોત

આસમના કરીમગંજમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા પૂરપાટ ઝડપે આવતા ટ્રકે રિક્ષાને ભીષણ ટક્કર મારતા 10 લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત ત્યારે થયો જ્યારે લોકો છઠ પુજા કરીને પરત આવી રહ્યા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું સાથેજ અસમ અને ત્રિપુરા રોડ પર બંધ કરી દીધો છે.

જે લોકોના આ અકસ્માતમાં મોત થયા છે તેઓ ચા ના બગીચામાં કામ કરતા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું કે ટ્રકમાં સીમેન્ટની થેલીઓ હતી અને ટ્રક ઘણી ઝડપથી આવી રહી હતી. ઘટનાની જાણ થતાજ પોલીસ પણ સ્થળ પર પહોચી હતી. જ્યા સ્થળ પર પહોચીમને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળ્યું છે કે ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હતી જેના કારણે રિક્ષા બેઠેલા વ્યક્તિઓના મોત થઈ ગયા. અકસ્માતની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાહનોની ટક્કર બાદ 9 લોકોએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો ત્યારે અન્ય 1 વ્યક્તિએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.

મૃતકો છઠ પુજા કરી ઘરે આવી રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે કહ્યું કે દુર્ઘટનામાં મોટા ભાગના મૃતકો બાળકો અને મહિલાઓ છે જે છઠ પૂજા કર્યા બાદ રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. સામેથી આવી રહેલા ટ્રકે રિક્ષાને ટક્કર મારી અને લોકોએ જીવ ગુમાવ્યા હતા. મરનાર લોકોમાં ત્રણ પુરુષ, પાંચ મહિલા અને બે બાળકો સામેલ છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી