મહારાષ્ટ્રના ભંડારામાં દર્દનાક દુર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાત બાળકોના મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ન્યૂબૉર્ન કેર યુનિટમાં 10 બાળકનાં મોત થયા છે. આગની ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. ફરજ પર હાજર નર્સને સૌથી પહેલા વૉર્ડમાં આગની જાણ થઈ હતી. દુઃખદ વાત એ છે કે 17 બાળકમાંથી ફક્ત સાત જ બાળકને બચાવી શકાયા છે.

જાણકારી મુજબ, હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો સારવાર લઇ રહ્યા હતાં. 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર શાર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.  ડ્યૂટી પર હાજર નર્સે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ચારે બાજુ ધૂમાડો હતો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી. જે બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યુ હતું.

 53 ,  1