બેફામ ડાલાએ કારને ટક્કર મારતાં યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત

નડિયાદના ડભાણ નજીક ગમખ્વાર અકસ્માત, એક વૃદ્ધા પણ ઘાયલ

નડિયાદના ડભાણ નજીક ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. એક બેફામ ડાલાએ હ્યુન્ડાઇ આઈ 10ને ટક્કર મારી હતી. આ સમયે કાર નજીક ઉભેલા યુવક-યુવતીને પણ વાને હવામાં ફાંગોળ્યા હતા. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ સાથે કારમાં બેઠેલ વૃદ્ધાને પણ ઇજા થઈ હતી. 

કારમાં સવાર પરિવાર અમદાવાદનો રહેવાસી છે. આશાપુરી દર્શન કરવા જઈ રહ્યા હતા. કારમા પંચર પડતા કારમાં સવાર પુરુષો ટાયર લઇ પંચર બનાવવા ગયા હતા. હાઇવે પેટ્રોલિંગ અને નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી