દહેગામ નજીક વડોદરા પાસે ગમખ્વાર અકસ્માત, બે યુવકોના ઘટના સ્થળે મોત

યુવકનો જન્મદિવસ બની ગયો મોતનો દિવસ

દહેગામ નજીક વડોદરા ગામ પાસે એક્ટિવા પર જઇ રહેલા ત્રણ યુવકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. રાત્રે યુવકો એક્ટિવા પર નરોડા તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન વડોદરા ગામ નજીક ટ્રકે અડફેટે લીધા હતા. અકસ્માત બાદ પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોલીસે આ મામલે અક્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, મિત્રનો બર્થડે હોવાથી યુવકો નરોડાની એક હોટલમાં જમાવ જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

દહેગામથી ચારેક કિમોમીટર દૂર આવેલા વડોદરા ગામના પાટિયા પાસે બુધવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસના સુમારે એક્ટિવા લઇને જઇ રહેલા દહેગામના ત્રણ યુવકોને અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રેકે અડફેટે લેતા ઘટનાસ્થળે બે યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતમાં જેનો જન્મદિવસ હતો તે મયૂર મોહનભાઇ લાખાણી તેમજ નીલ ઉર્ફે રવિ ગૌતમભાઇ અમીનનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જ્યારે એક હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

પ્રાથમિક મુજબ, દહેગામના મયૂર મોહનભાઇ લાખાણીનો જન્મદિવસ હતો. જેથી બે મિત્રો સાથે એક્ટિવા પર સવાર થઇ હોટલમાં જમવા માટે નરોડા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન વડોદરા પાટિયા નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. મયુરના જન્મ દિવસે જ મોત થતાં મોત થતાં પરિવાર સહિત સગાસંબંધીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ ઘટના બાદ સમગ્ર દહેગામમાં ગમગીનીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી