હરિયાણામાં KMP એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત

એક જ પરિવારના 8 લોકોના કરૂણ મોત

હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે આ ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા છે જેમાં એક બાળક અને 3 મહિલાઓ સહિત કુલ આઠ લોકો કાળનો શિકાર બન્યા છે. જ્યારે એક બાળક ઘાયલ છે. બીજી બીજુ સ્થાનિક પોલીસે આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળે પહોંચીને તપાસમાં હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બહાદુરગઢના બાદલી અને ફરુખનગરની વચ્ચે KMP Expressway Highway સર્જાયો હતો. અર્ટિગા કારમાં સવાર લોકો ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી, જેના કારણે આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહોને ઓળખ અને પોસ્ટ મોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા તપાસનીસ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. પોલીસ અકસ્માતની તપાસમાં જોડાયેલી છે. ઘાયલ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 31 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી