પોરબંદર-વેરાવળ હાઇવે પર ગમખ્વાર અકસ્માત

એક જ પરિવારના 3 લોકોના મોત, બે ઘાયલ

પોરબંદર- વેરાવળ હાઇવે ઉપર કારને અકસ્માત નડતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ચિકસા ગામ નજીક કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકો ના ઘટના સ્થળે મોત જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર સોમનાથથી દ્વારકા જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. મૃતકો ખંભાળીયાના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે.  સુરેન્દ્રનગર પાસિંગની કાર જીજે-13 એબી 9903 નંબરની કારને અકસ્માત નડ્યો હતો.

પોરબંદર-વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે કાર ચાલક ખંભાળિયાના ખજૂરીયાથી માંગરોળના લોએજ ગામ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કારે અચાનક પલટી મારી હતી જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી મોતને પગલે પરિવારમાં મોતનો માતમ છવાય ગયો છે.

ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે અકસ્માત

આ કારે ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે પલટી મારી હતી અકસ્માતની જાણ થતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક 108નો સંપર્ક કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ

મહત્વનું છે કે અમકસ્માતમાં મોત પામનાર મૃતકો ખંભાળીયાના હોવાનું મનાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં કિશન, મયુર અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નિપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે જ્યારે અન્ય એક અકસ્માતમાં દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સાથે ટક્કર થતાં ચાલકનું મૃત્યુ થયું છે. 

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી