નેટડાકિયાના સહતંત્રીના દાદીમાનું દુઃખદ અવસાન

વર્તમાન પરિસ્થિતિમાં ટેલિફોનિક બેસણું રાખેલ છે..

ડીજીટલ મિડિયા ક્ષેત્રે જાણીતી વેબસાઇટ નેટ ડાકિયાના સહતંત્રી નિકુંજભાઇ પટેલના દાદીમા સવિતાબેન રામાભાઇ પટેલનું કોરોનાને કારણે આજે 27મીએ મંગળવારે સવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ પોતાની પાછળ વિશાળ પરિવારને વિલાપ કરતાં છોડી ગયા છે.

સ્વ. સવિતાબેન રામાભાઇ પટેલ (ગામ-મંડાલી વિહાર)નું પારંપારિક બેસણું રાખેલ નથી પણ વર્તમાન પરિસ્થિતિમાં ટેલિફોનિક બેસણું રાખવામાં આવ્યું છે. મો.નં. 9913827430 અને 7935617827 છે. નેટ ડાકિયા પરિવારના તંત્રી દિનેશ રાજપૂત અને અન્યોએ સ્વ. સવિતાબેનના નિધન અંગે ઉંડી દિલસોજી પાઠવી છે અને નિકુંજભાઇ પટેલના પરિવાર પર આવી પડેલી કુદરતી આપત્તિમાં કારમા આઘાતને સહન કરવાની પરમકૃપાળુ ઇશ્વર તેમને શક્તિ આપે.

 423 ,  1