‘વાયુ’ વાવાઝોડું: નાગરિકોની સલામતી અને સુરક્ષાને લઇ ટ્રેનો અને બસો રદ

રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની સંભવિત વ્યાપક અને વિનાશક અસરને ખાળવા માટે તથા અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા ૧૨ થી ૧૪ જુન દરમિયાન રદ કરવાનો નિર્ણય કરાયો છે, એમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલ મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેની નાગરિકોએ નોંધ લઇને સહકાર આપવા નિગમ દ્વારા વિનંતી કરાઇ છે.

14 જૂન સુધી ૨૧ ટ્રેનોને કરી રદ

‘વાયુ’ વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને રદ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યાથી લઇને 14 જૂન સુધી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, ગાંધીધામ જતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે.આ ઉપરાંત જુનાગઢ મીટરગેજની તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. જુનાગઢથી અમરેલી દેલવાડા રૂટ ઉપર દોડતી ટ્રેનોને બંધ કરવામાં આવી છે. આમ વાયુ વાવાઝોડના પગલે 21 ડેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્લાઈટોને રદ

‘વાયુ’ વાવાઝોડાના કારણે હવાઈ અને રેલ માર્ગને પણ અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્લાઈટોને રદ કરી દેવામાં આવે છે. અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને ૧૩ જુન સુધી કેન્સલ કરી દેવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સ્થળાંતર માટે અને રાહતસામગ્રી અને જરૂરી મશીનરી પહોંચાડવા માટે પણ ખાસ ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. તેમજ નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી