September 26, 2022
September 26, 2022

ભારે વરસાદના કારણે ગુજરાતથી મુંબઈ તરફ જતી ટ્રેનોના પૈડા થંભી ગયા

માયાનગરી મુંબઈમાં વર્ષ 2005માં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકથી ભારે વરસાદે મુંબઈને બાનમાં લઈ લીધું છે. જેને કારણે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. હંમેશા ધબકતા રહેતા મુંબઈનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે તેની અસર ગુજરાત પર પણ પડી છે. મુંબઈ જતી ટ્રેનો-રસ્તાઓને અસર થઈ છે.

9 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. અને કેટલીક ટ્રેનોને ટુંકાવી દેવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ સુધીના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ અટવાઈ ગયા છે.

સુરતથી જતી ફ્લાઈંગ રાણી, ગુજરાત એક્સપ્રેસ, શતાબ્દી, ઇન્ટરસિટી, વિરાર-ભરૂચ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તો સૂર્યનગરી એક્સપ્રેસના પૈડા સુરત સ્ટેશન પર થંભી ગયા છે. આ ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચતા કેન્સલ કરાઈ હતી. રણકપુર ટ્રેનને નવસારીથી કેન્સલ કરાઈ છે. તો મુંબઈ જતી અનેક ટ્રેનોને વલસાડ થોભાવી દેવાઈ છે. આમ, ગુજરાતથી મુંબઈ જવા નીકળેલા અનેક મુસાફરો દક્ષિણ ગુજરાતના વિવિધ સ્ટોપેજ પર અટવાયા છે.

કંઈ ટ્રેન રદ થઈ

  • સુરત-મુંબઈ-સુરત(12922-12921)
  • વલસાડ-મુંબઈ-વલસાડ(59024/59023)
  • મુંબઈ-અમદાવાદ-મુંબઈ(12009/12010)
  • મુંબઈ-અમદાવાદ(22953)
  • દહાણુ-પનવેલ(69164)
  • દહાણુ- બોરિવલી(69174)
  • વિરાર-ભરૂચ(69149)
  • બોરિવલી-સુરત(69139)
  • બાંદ્રા-સુરત ઈન્ટસિટી(12935)

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી