September 19, 2020
September 19, 2020

ટ્રાઇના નવા ટૈરિફ ઓર્ડરથી ટીવી બ્રોડકાસ્ટર કંપનીઓમાં મચ્યો હડકંપ

ટ્રાઇના નવા ટૈરિફ ઓર્ડરથી ટીવી બ્રોડકાસ્ટર કંપનીઓમાં હડકંપ મચી ગયો છે. આ કંપનીઓનું કહેવું છે કે, જો સંસોધિત ટૈરિફ એટલે કે ન્યૂ ટૈરિફ ઓર્ડર NTO 2.0 લાગૂ થયું તો દેશના 100-150 ચેનલ બંધ થઇ જશે. રેવેન્યૂ માટે સંઘર્ષ કરી રહેલ ચેનલો પર આ ખુબ જ ભારે પડશે અને આગામી એક-બે વર્ષોમાં સંપૂર્ણ રીતે બંધ થઇ જશે. એક ખબર અનુસાર સ્ટાર અને ડિઝની ઇન્ડિયાના ચેરમેન અને વોલ્ટ ડિઝનીના એશિયા પૈસિફિક પ્રેસિડન્ટ ઉદય શંકર ઝી એન્ટરટેનમેન્ટના એમડી-સીઇઓ પુનીત ગોયનકાએ કહ્યું કે, NTO 2.0 ચેનલો માટે ઘાતક છે. જો આ લાગૂ થઇ ગયુ તો આગામી કેટલાક વર્ષોમાં 100 થી 150 ચેનલ બંધ થઇ જશે.

 નવા ટૈરિફ ઓર્ડરને આ વર્ષે 1 જાન્યુઆરીએ નોટિફાઇ કરવામાં આવ્યુ હતું. પરંતુ તેને દેશના ટોપ ટેલીવિઝન બ્રોડકાસ્ટર્સ, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન અને ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ ગિલ્ટ ઓફ ઇન્ડિયાએ બોમ્બે હાઇકોર્ટમાં પડકાર આપ્યો છે. જોકે કોર્ટે આ મામલે બ્રોડકાસ્ટર્સને કોઇ પણ પ્રકારની રાહત ન આપતા ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. ટ્રાઇએ 24 જુલાઇએ બ્રોડકાસ્ટર્સને કહ્યું છે તેઓ NTO 2.0ના પ્રાવધાનો અનુસાર રેફરન્સ ઇન્ટરકનેક્સ ઓફરને સંશોધિત કરી તેને પોતાની વેબસાઇટ પર પબ્લિશ કરે. જોકે સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનને આશ્વાસન આપ્યું કે, હાલમાં NTO 2.0 લાગૂ કરવામાં નહી આવે.

NTO 2.0 અંતર્ગત ટ્રાઇએ એક ચેનલ માટે મહિનાની 12 રૂપિયા ફિસ નક્કી કરી છે. ચેનલના બૂકે પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટને પણ 33 ટકા પર સિમીત કરી દીધુ છે. ઉદય શંકરનું કહેવું છે કે, વધારે દર્શકો સુધી પહોંચ્યા વગર જાહેરાતો મળશે નહી. માટે ચેનલોના બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની રહેશે. આથી માત્ર અંગ્રેજી ચેનલો જ નહી પણ ક્ષેત્રીય ચેનલો પર પણ તેની અસર થશે. સ્ટાર ઇન્ડિયાને પોતાની અંગ્રેજી એન્ટરટેનમેન્ટ ચેનલ સ્ટાર વર્લ્ડ બંધ કરવી પડી રહી છે.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર