રાજ્યના ૯ આઈએએસ અધિકારીઓની બદલી


એચ કે કોયાણીની સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી, એ એમ શર્માની ડાંગના કલેકટર તરીકે બદલી

રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે, શનિવારે સામાન્ય વહીવટ વિભાગે કરેલા આદેશ અનુસાર એચ કે કોયાણીની સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે,તેઓ હાલમાં સુરતના ડીડીઓ તરીકે ફરજ બજાવતાં હતા.

જયારે એ એમ શર્માની ડાંગના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે, ખેડામાં ડીડીઓ તરીકે ફરજ બજાવતાં ડી એસ ગઢવીની સુરતના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે. આ ઉપરાંત ડીડી કાપડીયાની તાપી-વ્યારાના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે, તેઓ ગ્રામીણ વિકાસ વિભાગના એડીશનલ ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતાં હતા,

 19 ,  1