રાજ્યમાં 53 પીઆઇની બદલી, પોલીસ વડા આશિષ ભાટિયાનો નિર્ણય

કૃષ્ણનગરમાં યુવકની હત્યા મામલે વિવાદમાં આવનાર PIની પોરબંદરમાં બદલી

અમદાવાદમાં ફરજ બજાવતા 12 પીઆઇની બદલી 

રાજ્યમાં ફરજ બજાવતાં 53 પીઆઈની પોલીસ વડા આશિષ ભાટિયાએ અલગ અલગ જિલ્લામાં બદલીઓ કરી છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 12 પીઆઇની પણ અન્ય જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. શહેરમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના ગુનામાં હોવા છતાં સામાન્ય મારામારીની ફરિયાદ નોંધનાર અને વધુ આરોપીઓ છતાં ત્રણ આરોપીઓ બતાવનાર પીઆઇ જે.આર.પટેલની પોરબંદર ખાતે બદલી કરી દેવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં પીઆઇ આર.આર.સુવેરાની સુરત શહેર અને જે.એન.ચાવડાની ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.

મહિલા પીઆઈ પી.એમ ગામીતની વલસાડ અને જી.એચ. પઠાણની પાટણ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે એફ.એમ.નાયબની CID ક્રાઈમમાં, કે.સી રાઠવાની અમરેલી, બી.ડી ગમારની પોરબંદર ખાતે બદલી કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ દિપક ઢોલની વલસાડ બદલી કરી દેવાઈ છે.

ગાંધીનગરમાં ફરજ બજાવતા એ.જે ચૌહાણ અને CID ક્રાઈમના ફરજ બજાવતા બી.એલ વડુકરની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ટ્રાફિકમાં ફરજ બજાવતા બી.એસ રબારી, સાયબર ક્રાઈમના પીઆઇ સી.યુ પરેવાની એસીબીમાં બદલી કરવામાં આવી છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર