ગુજરાતમાં 77 આઈએએસ અધિકારીઓની બદલી

અગ્ર સચિવ અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી

ગુજરાત સરકારે આજે ઉચ્ચ સનદી અધિકારીની સાગમટે બદલી કરી છે. બદલી કરાયેલા અધિકારીઓમાં ગાંધીનગર સચિવાલય સ્થિત સચિવ ઉપરાંત વિવિધ જિલ્લાઓના જિલ્લા કલેકટરનો પણ સમાવેશ થાય છે.

કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે. 

અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. એચજે હૈદરની GSRTC ના વાઇસ ચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે.

– GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

– હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક

– પી. ભારતી લેબર કમિશ્નર

– આર.બી. બારડ બરોડા કલેકટર

– આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર

– જામનગર કલેક્ટર રવિ શંકરને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે.

– અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે..

– રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની બદલી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

– ઉદિત અગ્રવાલને મહેસાણાના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.

– સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.

– એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે.

– બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે

– સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.

– અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે.

– ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.

 122 ,  1