ગાંધીનગર જિલ્લામાં ચાર PI 26 PSIની બદલી

પેથાપુરમાં વિરોધ બાદ PSI પરમારની એસપી કચેરીમાં બદલી

તરલ ભટ્ટને લીવ રીઝર્વમાંથી ખસેડી ચિલોડામાં મૂક્યા

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પીઆઇ તેમજ 26 પીએસઆઇની જાહેર હિતમાં બદલીના આદેશ કર્યા છે. જિલ્લા પોલીસ તંત્રમાં મોટાપાયે બદલીના આદેશ કરતા તેમણે એસ.ઓ.જી ઉપરાંત જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા 30 કર્મચારીઓની આંતરિક ફેરબદલીના આદેશ કર્યા છે.

મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ ડી એ ચૌધરીને એલ.આઈ .બી,જ્યારે એલઆઈબી પીઆઈ ડી.જી. તડવી ને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઈ છે. જ્યારે લીવ રીઝર્વ કંટ્રોલ રૂમ પીઆઈ તરલ ભટ્ટ ને ચીલોડા પોલીસ મથકમાં બદલી કરાઈ છે. અને ચીલોડા પીઆઈ આઈ.એમ હુદડની બદલી સચિવાલય સંકુલમાં કરી દેવામાં આવી છે.

એજ રીતે જિલ્લાના 26 પીએસઆઇ ની પણ જાહેર હિતમાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. જે પૈકી પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ વી. બી.પરમાર ની કાર્યપ્રણાલી ના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેની પોલીસ વડાએ ગંભીર નોંધ લઈને તેમની બદલી રીડર ટુ એસ.પી કચેરીમાં કરી દેવાઈ છે. જેમના સ્થાને એટેચ એસઓજી પીએસઆઇ રવિરાજસિંહ ભરતસિંહ પરમારને નિમણૂક આપવામાં આવી છે.

જ્યારે માણસા પીએસઆઈ એચ .કે.શ્રીમાળીને સેક્ટર 21 પોલીસ સ્ટેશન, ડભોડા પીએસઆઇ લાલસિંહ હરિસંગ મસાણીને લીવ રિઝર્વ એસ.ઓ.જી, રખિયાલ પીએસઆઇ એ. જે શાહને ઇન્ફોસિટી જ્યારે તેમની જગ્યાએ સેકટર-7 પોલીસ સ્ટેશનના આશાબેન. એસ. ગામીત તેમજ સેકટર 7 પીએસઆઇ એમ એસ રાણાની લીવ રિઝર્વ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં બદલી કરી દેવામાં આવી છે. આમ જિલ્લા પોલીસ વડા દ્વારા 4 ઇન્સ્પેકટર તેમજ 26 પીએસઆઇની જાહેર હિતમાં બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.

 102 ,  1